રવિવાર, 23 ઑગસ્ટ, 2009

સેવા .. પણ મેવા વિના...............




સેવા શબ્દ સાંભળતા જ લગભગ ઘણાના મનમા ’ મેવા મળે તે સેવા ’ એમ યાદ આવતું હશે. તેવી સેવા તો સ્વાર્થ કેહવાય છે.કોઇને આપેલો વિશ્વાસઘાત કહેવાય. આજે આપણે નિ:સ્વાર્થ સેવાની વાત કરવી છે.સેવા એટલે ધન સેવા જ નહિ પરતું સેવા ત્રણ સ્વરુપે થઇ શકે છે.


તન >

તનથી મહેનત કરીને બીજાને મદ્દ્દ કરવી. ભલેને ધન બીજાનું હોય એ પણ સેવા છે. નબળા વિધ્યાર્થીઓએ ભેગા કરી ભણાવવા એ આજ સેવા છે. તે ઉતમ છે ,કારણ કે તેમાં તમારો પૈસો નથી એટલે તેમા અહંકારની ભાવના પણ નથી.

મન >

ભલેને તમારી સાથે પૈસો નથી , શરીર સાથ આપતું નથી.ત્યારે જો તમે આંગણી ચીંધ્યાનું પુણ્ય લઇ તો બહુ મોટી વાત છે.સારું કામ કરનારને બનતી સહાય કરવી એ મનસેવા છે. આ સેવા તમારા મનથી થઇ એટલે તમારો આત્મા પણ સંતોષી બનશો.

ધન >

ભલેને પૈસાપ્રેમી લોકો કેહતા હોય કે

"પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ."

ધનસેવા સૌથી છેલ્લા ક્રમાંકે આવે છે. લક્ષ્મીદેવીની કૃપા બધા પર રેહતી નથી.જયાં દાન, ધર્મ , સંસ્કાર છે ત્યાં તે બિરાજે છે.છતાંય ધનસેવાને મેં છેલ્લી ગણાવી છે.તેનુ કારણ છે પૈસાથી તમારી વાહવાહ થાય છે. વખાણના તોરણ બંધાયા છે. તમારી નામની તકતીઓ મૂકાય છે. તમારા હારતોર થાય છે. આ બધું જોઇ સાંભળી મન ખૂબ ખૂશ થાય છે.મનમા ક્યાંક અભિમાનના ડુંગરા બંધાવવાની શરુઆત થાય છે. માટે કહેવાય છે

"ધનદાન હંમેશા ગુપ્ત રખાય."

જ્યારે આજે તો નામની જાહેરાત માટે દાન દેવાય છે. જે અયોગ્ય છે.


જ્યારે મન દાન / સેવાથી અભિમાનને ઉંબરે આવીને ઉભું રહે છે ત્યારે યાદ કરજો કે
"દાન આપવાવાળા કરતા દાન લેવાવાળો મોટો છે. " કારણ કે જો એ દાન લેતો ન હોત તો તમે કોને આપીને પુણ્ય કમાત ??

ધનદોલતે એ બધું ઉપરવાળાની દેણ છે.

"બાંધી મુઠ્ઠી લઇને આવ્યા હતા અને ખાલી મુઠ્ઠી લઇને જ ઉપર જવાનું છે."

તો આટલો લોભ શા માટે?? શા માટે સત્યકર્મમાં ધન ન વાપરવું ?? પણ અભિમાન વિના. ભગવાને આપણને પ્રુથ્વી પર એકબીજાની મદદ કરવા જ મોકલ્યા છે. સેવા કરીને કંઇ તમે મોટું કામ નથી કરાતા , પરંતુ તમારી ફરજ નિભાવી છે.કોઇ દિવસ ’હેલ્પ’ કરી એમ વિચરી ફૂલાશો નહિ પણ હું બીજાને ઉપયોગી થઇ શકયો એમ વિચારી પ્રભુકૃપા સમજજો.

"દેવાવળો તો ઉપરવાળો છે આપણે તો ફક્ત આપવનું માધ્યમ છીએ."

જો આપણે રોજિંદા સમયમાંથી થોડોક સમય સેવામાં કાઢીએ તો ભારતના કોઇ ગામડાં વીજળી વિનાના ન રહે.સ્વશ્રમથી ગામડે પાક્કા રસ્તા બની શકે.

સેવા કરીને વળતર મળે એ તો એ સેવા નહિ નોકરી બની જાય.પૈસાના તોલે કામ થાય.જ્યારે સેવામાં પૈસાનો હિસાબ જ ન હોય પણ કંઇક કરી છુટવાની ભાવના હોય.

આખા દિવસમાં આપણે પાપના કેટલાય પોટલા બાંધીએ છીએ. પાપના એ પોટલાનો ભાર કેવી રીતે ઉતારશો ?? ઋણ કેવી રીતે ચૂકવશો?? કેવી રીતે ?

એક જ ઉપાય છે ............. સેવા...

ચાલો નક્કી કરીએ કે તમે જીવનની દરેક પળે કોઇને ઉપયોગી બનવનો પ્રયત્ન કરશો. સેવાના બોજા નીચે દટાયા વિના કાંઇક કરી છુટશો.

"સેવાને નિ:સ્વાર્થ બનાવજો
જાતે જલીને જીવનને ઉજાળજો.
તન-મન- ધન પ્રાણ ચઢાવજો
અહંકારના ભાર વિના અજવાળા પાથરજો
આ પથમા યાદ રાખજો
પ્રેરણા ઉપરવાળાની છે
અને તમે માધ્યમ છો."

1 ટિપ્પણી(ઓ):

Rishabh Purohit કહ્યું...

ખુબજ સરસ પ્રયાસ છે. મને આપની આ પોસ્ટ ખુબજ ગમી.. નવા બ્લોગ માટે અભિનન્દન...

ટિપ્પણી પોસ્ટ કરો