રવિવાર, 23 ઑગસ્ટ, 2009

ચાલો જીવનને સમજીએ....



જીવન.. આ ત્રણ અક્ષરનો શબ્દ જ આપણી જીંદગી છે.

શેક્શપિયરે કહયા મુજબ ,

" જીવને તો નાટક છે અને આપણે સૌ નાટકના પાત્રો... પડદો પડી જાય તે પહેલા આપણું પાત્ર ભજવીને આપણે પડદા પાછળ ચાલ્યા જવાનુ છે . "

માનવ જીવન એટલે સુખ અને દુ:ખ અનુભવવાનો સમય , લાગણી અને પ્રેમ આપીને લેવાનો સમય. આપણને મળેલું જીવન આપણા પૂર્વ કર્મોનું ફ્ળ છે. આ જન્મમાં કરેલા કર્મો આપણો નવો જન્મ નક્કી કરશે. આ આંટીઘુંટી આપણે સમજીએ છે , છતાં પણ તેને અનુરુપ બની શકતા નથી.આખરે કારણ શું છે??

આપણે એક નાના બાળક જેવા છીએ. પાણી ભરેલા તળાવમાં ડૂબકી મારીએ અને જો તરતા ન આવડતું હોય તો ડૂબી જવાય એ વાત બાળક જાણે છે પરંતુ તે પગ બોળવાની ઈચ્છા રોકી સકતો નથી. તેવી જ ર્રીતે આપણને પણ પાપ-પુણ્યની ખબર છે છતાંય મન એકવાર ખરું ખોટું કરીને સાગરમાં પગ બોળવા લલચાય છે.

કરોડો જન્મોના આંટાફેરા પછી આ સર્વોતમ માનવ જન્મ મળે છે. તે શું આમ અખતરા કરવામાં વેડફી દેવાય ??
તેને શું બસ રમત સમજી રમી લેવાય ?? ના ના.. એ તો જીવન સાથે આપણે કરેલો અન્યાય છે. ભગવાનની અમૂલ્ય ભેટનો તિરસ્કાર કરવા જેવી વાત છે. આવો અનર્થ કરતા પેહલા એક્વાર શાન્ત મને જીવનના લેખાંજોખા કરજો. કરેલા કર્મો વિશે વિચારજો. કેટલા ગરીબ હ્દયને તમે સુખ આપ્યું છે ?? તે ગણજો. કેટલું માન તમારા વડીલોને આપ્યું છે? તે વિચારજો . આ બધા વિશે વિચારશો તો ક્યાંક કંઇ ખૂટશે. કંઇક જે તમે હજી સુધી કરી શકયા નથી તેની ખબર પડશે. આ બધી વાતો યુવાનીમાં ઝેર જેવી લાગે છે પરંતુ વ્રધ્ધાવસ્થામાં અમ્રુત લાગે છે.કારણ કે યમના દર્શન દિવસ રાત થાય છે.

તો ચાલો યમના ડરથી બચવાનો ઉપાય શોધીએ ..... ઉપાય છે. ....

> જીવનને લાલસા , લાલચ, લોભમાં વેચી ન નાખતા સંતોષી જીવન જીવતા શીખીએ. જેટલુ વધારે ધન હશે તેટલી સાચવવાની ઉપાધિ વધારે.

> બીજાને સુખ આપી સુખી થતા શીખીએ.કોઇના નિસાસા તમારા સુખી જીવનને ઉજ્જડ બનાવી શકે છે.

> તમારી આવકનો કેટ્લોક હિસ્સો દાન-ધર્મમાં વાપરો. ભગવદગીતામાં કહ્યા મુજબ આપણી આવકનો ૧૦ મો હિસ્સો ધર્માદામાં વાપરવો જોઇએ.

>કદાપિ સ્વાર્થી ન બનો કારણ કે માટીમાંથી સર્જાયેલા માનવને ચપટી માટીની પણ જરુર પડે છે.

>જીવનમાં એક વસ્તુનું ધ્યાન રાખજો , પૈસો આજે છે કાલે નથી. માટે પૈસાના સ્વાર્થમાં અટવાયા વગર સાચો માનવ બનવાના પ્રયત્ન જરુર કરજો.

>જીવનમાં ક્યારેક બદલાની ઇચ્છા રાખ્યા વગર કોઇકનું કામ કરજો. તમને જે આનંદ મળશે તે તમે પૈસથી નહિ ખરીદી શકો.

>સુખમાં છકી ન પડતા અને દુ:ખમાં તૂટી ન પડતા. ઇશ્વર જેને સવારે જગાડે છે તેને ભૂખ્યા પેટે સૂવા દેતો નથી.

>તન , મન અને ધનથી સમાજની સેવા કરતા રહો કારણ કે તમે સમાજનો ભાગ છો અને આ સમાજ તમને મુશ્કેલીમાં મદ્દ્દરુપ થશે.

"પ્રાર્થાના + પુરુષાર્થ = સફળતા"

આ જીવનમાં સફળ થવાનુ સોનેરી સૂત્ર છે. મહેનત વિના ફળ મળતું નથી. કાંટા વાવીને આંબાની ઇચ્છા ન રખાય.

તો જીવનની આ સરગમ વાણીને સમજીએ અને ખરું જીવન જીવીએ. ભલે તમે ડોકટર , વકીલ કે ઇજનેર ન બની શકો તો વાંધો નાહિ એક સાચા માનવ બનજો.

" મરણ પછી સ્મરણ મુકી જય તેનું નામ જીવન."







.

1 ટિપ્પણી(ઓ):

Unknown કહ્યું...

Kash ye Zindagi Ka Sach Samaj Ke Sabhi Yuva Yuvti Samaj Jate To Dharti Par "Swarg"Utarne Me Deri Nahi Lagti

ટિપ્પણી પોસ્ટ કરો